ચંદ્ર ના પર્વત પર નીચેની બાજુ એ ત્રિકોણ। .......
વ્યક્તિ ની માનસિક સ્થિતિ વિચિત્ર હોય છે.તેઓ માં નિર્ણય લેવો,અમલ કરવો,અનુમાન કરવાની શક્તિ ખુબ ઓછી હોય છે.
જો હાથ કઠણ અને વર્કર હોય તો આવા માનસ જીવન માં કઈંક અસંતોષ ધરાવે છે.
તેઓ મહેનતુ તેમજ કોઈ ની સેવા માં રહે છે.
આ ત્રિકોણ નો છેડો ગુરુ તરફ જતો હોય તો...
વ્યક્તિ વાતોડિયો,પોતા ની સફળતા ના વર્ણન કરનાર,આશાવાદી,પોતાનું ગુરુત્વ વધુ માનનાર હોય છે.
આ ત્રિકોણ નો છેડો શની તરફ જતો હોય તો...
જો ત્રિકોણ નો છેડો સર્પાકાર થઈને શનિ તરફ જતો હોય તો વ્યક્તિ આર્થીક બાબતે નિરાશાવાદી બને છે.
ચંદ્ર ના પર્વત પર રેષાઓ થી બનતી આકૃતિ "વ " નો કેટલોક ભાગ પ્લુટો માં પ્રવેશ કરતા તેના બે ભાગ પડે છે અને ક્યારેક "વ " નો અર્ધો ભાગ રહે છે.
"વ" બંને હાથ માં જોવા મળે ત્યારે વ્યક્તિ ખાસ કરીને ખેતી,મશીનરી અંગે ના સાધનો તેમજ તેની ઉપજ કરનાન્રા હોય છે.સ્વભાવે સીધા,મોટું મિત્રવર્તુળ ધરાવે છે. તેમના મિત્રો વડે તેમનો માર્ગ સરળતા થી મળે છે.જીવન ક્રમશ: ઉદય વાળું હોય છે.જીવન ના સરુવત ના તબક્કા માં ફરવા માં વધુ સારા સંપર્કો થાય છે.અભ્યાસ માં સંતોષ મળતો નથી અને અભ્યાસ આગળ કામ માં લાગતો નથી.નોકરી ભાગ્યે જ કરે છે. ભવિષ્ય ની ચિંતા વધુ કરે છે માટે ભવિષ્ય જાણવા ની ઈચ્છા વધુ રહે છે.વૃશ્ચિક રાશી ના વ્યક્તિ થી લેણું ઓછું રહે છે.સંતોષ તેમના જીવન નું મુખ્ય આચરણ છે.
"વ" આકૃતિ ફક્ત ડાબા હાથ માં જોવા મળે તો...
વ્યક્તિ સંતોષી,હિંમત બાજ ઓછા હોવા થી નોકરી વધુ કરતા હોય છે. પાછલી જીદગી માં મન પ્રાપ્ત થાય છે.બાળપણ થી જીદ્દી,ખર્ચાળ,રખડપટ્ટી કરનાર તેમજ વડીલો પરેશાન કરનાર હોય છે.જીવન મુસ્કેલીભાર્યું હોય છે.ડંફાસ મારનાર વધુ હોય છે.
"વ" આકૃતિ ફક્ત જમણા હાથ માં જોવા મળે તો...
વ્યક્તિ કળા તેમજ રસિક સ્વભાવ ની હોય છે.જીવન માં મુસાફરી,વાહન નો શોખ,સારા કપડા નો શોખ હોય છે.સ્ત્રી સ્વભાવ ના હોવા થી વધુ પડતા માન પાન ઈચ્છે છે ખોટું પણ જલ્દી થી લાગી જાય છે.પૈસા ખર્ચે તેવા મિત્રો પસદ કરે છે.
કોઈ માનસ માં રસ પડતા તેની પાછડ ગાંડા માફક પડી જાય છે પણ કેટલો સમય તે નક્કી હોતું નથી. સમય પર સગાભાઈ ને પણ દગો દેતા ખચકાતાં નથી.પિતા ના ધંધા પર લાગી જાય છે.
જો સ્ત્રી ના હાથ માં હોય તો તેના લગ્ન મોટા કુટુંબ માં થાય છે.
